Saturday, March 7, 2026

ઓખા-વિરમગામ લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

ઓખા-વિરમગામ લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત

ઓખા-વિરમગામ રૂટ પર ચાલતી લોકલ ટ્રેન નં 59504 ઓખા- વિરમગામ અને ટ્રેન નં 59503 વિરમગામ ઓખા જે વર્ષ 2018થી રેલવે ઇલેક્ટ્રિફિકેશનના કારણે બંધ કરવામાં આવી હતી, તેને ફરીથી શરૂ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું હોવા છતાં, આ ટ્રેન હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.

આ લોકલ ટ્રેન ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરો, ખાસ કરીને દવા લેવા જતા દર્દીઓ અને નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ હતી. આ ટ્રેનની સેવા બંધ થવાથી મુસાફરોનો સમય અને નાણાંનો બગાડ થઈ રહ્યો છે.

સ્થાનિક લોકોની માંગ છે કે ઓખા-વિરમગામ લોકલ ટ્રેનને તાત્કાલિક ફરીથી શરૂ કરવામાં આવે, જેથી મુસાફરોને સસ્તી અને સુગમ મુસાફરીની સુવિધા પ્રાપ્ત થાય. આ ટ્રેનની પુનઃસ્થાપનાથી સ્થાનિક અર્થતંત્રને પણ ટેકો મળશે અને મુસાફરોની મુશ્કેલીઓ દૂર થશે.

આ સાથે વંદે ભારત ટ્રેન ને પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નુ મુખ્યાલય ખંભાળિયા મા સ્ટોપ આપવામાં આવે.
આથી, રેલવે વિભાગ અને સંબંધિત અધિકારીઓને વિનંતી છે કે આ લોકલ ટ્રેનની સેવા શક્ય તેટલી ઝડપથી શરૂ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે..

Related Articles

Total Website visit

1,595,074

TRENDING NOW