મોરબી: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પુર આવતા અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થય રહી છે. જ્યારે હાલ તમામ સલામત હોવાની માહિતી રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આપી હતી.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પુર આવતા અનેક રોડ, રસ્તાઓ બંધ થય જતાં જનજીવન અસ્તવસ્ત થય ગયું છે. ત્યારે ગુજરાતના પણ ઘણા યાત્રાળુઓ ઉત્તરાખંડ પ્રવાસ દરમ્યાન ફસાયા હોવાની માહિતી મળી હતી. મોરબીના 47 જેટલા મુસાફરો ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયા હતા. જેમાં મોરબી, વાંકાનેર, મિતાણાના પ્રવાસીઓ છે. રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર સાથે વાત કરી હતી અને તેઓ સતત ઉત્તરાખંડ સરકારના સંર્પકમાં હોવાની માહિતી બ્રિજેશભાઈ મેરજાએ આપી હતી.
આ યાત્રાળુઓમાં બાળકો, મોટી ઉંમરના વૃદ્ધ અને મહિલાઓ છે. હાલ જ્યાં ફસાયા છે ત્યા વરસાદ પણ બંધ હોય અને રસ્તાઓનું પણ કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યા છે. જેથી સહી સલામત હોવાની માહિતી મળી હતી. મોરબીના વિવેક મનસુખભાઈ પરમાર સાથે વાત કરી બ્રિજેશભાઈ મેરજાએ વાત કરી જમાવાની, પીવાના પાણી અન્ય વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.
