Saturday, March 14, 2026

ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર ની જનરલ મિટિંગ તારીખ 31 જુલાઈ ના રોજ સંપન્ન થઈ

Advertisement
Advertisement
Advertisement

ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર ની જનરલ મિટિંગ તારીખ 31 જુલાઈ ના રોજ સંપન્ન થઈ

ગુજરાત ની રાજધાની ગાંધી નગર ખાતે ઇંડિયન લાયન્સ ની સ્વર્ણિમ ક્લબ ની જનરલ મિટિંગ તારીખ 31 જુલાઈ ના રોજ રાધે ફર્મ હાઉસ ની ઓફિસ માં ઈન્ડિયન લાયન્સ ના ચેરમેન શ્રી અક્ષય ભાઈ ઠક્કર ની અધ્યક્ષતા માં મળી હતી. આ કાર્યક્રમ માં સરોજ બેન દવે પ્રમુખ દ્વારા અક્ષય ભાઈ ઠક્કર ચેરમેન નું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગયા વર્ષના કાર્યક્રમ ની વિગતો અને ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.
આ મિટિંગ માં વર્ષ 2025 – 26 માં સર્વાનુમતે પ્રમુખ તરીકે સરોજ બેન દવે અને કો – ચેરમેન તરીકે ડૉ ગુલાબ ચંદ પટેલ ત્થા પ્રકાશ ભાઈ દવે ની નિમણૂક કરવામાં આવી છે.
ચેરમેન બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી રાધે શ્યામ યાદવ, સેક્રેટરી તરીકે શ્રી કિરીટ ભાઈ પટેલ,
જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠા બેન ચૌહાણ,ટ્રેઝરર તરીકે શ્રી સંજીવ યાદવ અને સહ ટ્રેઝરર તરીકે મહેંદ્ર સિંહ વાઘેલા ની નિમણૂક કરવામાં આવી છે. શ્રીમતી ધર્મિષ્ઠા બેન ચૌહાણ દ્વારા ડૉ ગુલાબ ચંદ પટેલ કો- ચેરમેન નું ફૂલ છડી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ડૉ ધૈવત શુક્લ અને રેખા બેન રાવલ ની નિમણૂક કરવામાં આવી છે.
નવા પસંદગી પામેલ પ્રમુખ સરોજ બેન દવે નું સન્માન પુષ્પ ગુચ્છ આપી આઈ પી પી શ્રીમતી વિમલા બેન યાદવ શ્રીમતી પાર્વતી બેન પટેલ દ્વારા

બોર્ડ ઓફ ડાયરેક્ટર
હેમાદ્રી બેન શુકલ
હરીશ રાવલ
મંગળ સિંહ સોલંકી
અસ્મિતા ચૌહાણ
દક્ષાબા વાઘેલા
માર્મિક ભાઈ ઠક્કર
અને મૌલિક ભાઈ આસોડીયા ની નિમણૂક કરવામાં આવી છે.
મિડિયા કન્વીનર તરીકે
શ્રી મહેશભાઈ આસો ડીયા
શ્રી વિપુલ ભાઈ ગજ્જર અને
અંકિત ભાઈ જાદવ ની નિમણૂક કરવામાં આવી છે.

આ મિટિંગ માં શપથ વિધિ અંગે સંભવિત તારીખ નક્કી કરવામાં આવી
ડો ગુલાબ ચંદ પટેલ કો – ચેરમેન દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ડ્રેસ કોડ નક્કી કરી કોટી દરેક ભાઈ બહેનો કે જેઓ સ્વર્ણિમ ક્લબ ના સભ્ય છે તેઓ એ ફરજીયાત પહેરવી જોઈએ
શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમ લાયન્સ કલબ ની જેમ કરવા નિર્દેશ કર્યો હતો.
બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન શ્રી રાધે શ્યામ યાદવ કે જેઓના આગ્રહ થકી સ્વર્ણિમ કલબ માં જોડાવા નો અવસર મળ્યો તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડૉ ગુલાબ ચંદ પટેલ
કો – ચેરમેન
ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર ગુજરાત
MO 8849794377

Related Articles

Total Website visit

1,597,073

TRENDING NOW