Saturday, June 20, 2026

ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 B(h) કાયદાની જોગવાઈ બાબતે સિરામિક એસો. એ દિલ્હી ખાતે MSME મંત્રીને કરી રજૂઆત.

Advertisement
Advertisement
Advertisement

૧-૦૪-૨૪ થી ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 B(h) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે, જેમા સીરામીક ઉઘોગનુ રો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસ ની ઉઘારીમાં થતુ હોય છે ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ જેથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબની સાથે દિલ્હી ખાતે ગત રોજ તા ૬-૨-૨૪ ના રોજ Central board of Direct Tax ના ચેરમેન તેમજ MSME ના મંત્રી શ્રી નારાયણ રાણે સાહેબને રજુઆત કરેલ તેમજ સાસંદ શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ દૃારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીનિમઁલા સીતારામન નો સમય લઈને કેન્દ્રીય નાણા મંત્રી ને દિલ્હી ખાતે રુબરુ મળીને ગઈકાલે સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા દૃારા આ બાબતે રજુઆત કરેલ, જેમા નાણામંત્રી શ્રી એ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ, મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસનના પ્રમુખશ્રી મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા ઉપરોક્ત રજુઆતમા સાથે રહેલ

Related Articles

Total Website visit

1,608,749

TRENDING NOW