વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફુલ સ્પીડે આવતી ઇકો કારે રોડ ઉપર ઉભેલા બાઈક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ અજાણ્યા ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રોડ ઉપર પુર ઝડપે આવતી ઇકો કાર રજી. નં- GJ-03-EL-6346ના ચાલકે રોડ ઉપર ઉભેલા ઉકાભાઇ માવજીભાઇ બાવળીયાના મોટરસાયકલ રજી. નં- GJ-3-AF–2734 ને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઉકાભાઈ રોડ પર પડી જતા તેઓને માથા ના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માત સર્જી ઇકો ચાલક નાશી જતા અજાણ્યાં ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરીયાદનાં આધારે ઈકો કારના ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.