(અહેવાલ: જયેશ બોખાણી) તાજેતરમાં જ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ વખતે ઘણી ગ્રામ પંચાયતો સમરસ થય હતી. તો ઘણી જગ્યાએ યુવાનોના હાથમાં ગામ પંચાયતોની દોર સોપવામાં આવી હતી. જેથી ગામનો ચોક્ક્સપણે વિકાસ થશે. ત્યારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ધરમપુર ગામની 21 વર્ષની દિકરી દર્શનાબેન વાઢેરએ પિતાનું સપનું પુરૂ કરવા માટે ગામની સરપંચ બની છે. અને આવનારા સમયમાં તેમના ગામને ગોકુળિયું ગામ બનાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ધરમપુર ગામના રહેવાસી દર્શનાબેન વાઢેર માત્ર 21 વર્ષની ઉંમરે ધરમપુર ગ્રામ પંચાચતની ચુંટણી લડી વિજેતા બન્યા છે. ધરમપુર ગામમાં ઘણી સુવિધાઓનો અભાવ છે. ત્યારે દર્શનાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું સરપંચ બનું તે મારા પિતાનું સપનું હતું. અને એ સપનાને સાકાર કરવા મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી હતી અને ગ્રામજનોના સાથ અને સહકારથી હું વિજેતા થય છું.

દર્શનાબેનને તેમના ગામના ગોકુળિયું ગામ બનાવવું છે એટલે તેમના ગામમાં કોઈ પણ વ્યક્તિ અભણ ના રહી જાય અને ગામમાં જ કોઈપણ બીમાર વ્યક્તિની સારવાર થઇ જાય તેની માટે તેઓને એવી સુવિધા કરાવવી છે. આ વખતે દર્શનબેને યુવા સરપંચ બનીને ગામનો વિકાસ કરવાનું થામી લીધું છે અને તેઓ ગામને નાનાથી લઈને બધી જ મોટી સુવિધાઓ પુરી પાડવાનું નક્કી કરી લીધું છે. એટલે તેમના સપનાને પૂરું કરવા માટે તેઓ સરપંચ બન્યા છે. તેઓ ગામનો વિકાસ એવી રીતે કરશે કે બધા જ ગામ લોકોની સમસ્યાઓને પૂછી પૂછીને તેમનો હલ લાવીને ગામનો વિકાસ કરશે.






