મોરબી જિલ્લા પોલીસ મિલકત બાબતના ગુન્હા અટકાવવા માટે કાર્ય કરી રહી હોય ત્યારે એલસીબીની ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હોય કે અમુક ઇસમો દ્વારા અનધિકૃત રીતે કન્ટેનર બહારથી લાવી, તેને કાપી ને ભંગાર બનાવી વેચી રહ્યા છે. ત્યારે આ બાબતની તપાસ કરી પો
લીસ દ્વારા ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી એલસીબી ને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળી હોય કે મોરબી – અમરેલી રોડ પાસે આવેલ મહાકાળી મંદિર ની દેરી પાસે બાવળની કાંટ માં તેમજ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે કન્ટેનર લાવી તેનું કટિંગ કરીને તેનો ભંગાર કરીને વેચવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
એલસીબીની ટીમ ને બાતમી મળતા બાતમી વાળી જગ્યા પર રેઇડ કરતા ત્યાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે લઈ આવેલ કન્ટેનર તેમજ ભંગાર સાથે મળી આવેલ હતા. ત્યારે પોલીસ દ્વારા ૧) રવી પંસારા ૨) નકુલ મંદરિયા ૩) મહેન્દ્ર સોલંકી ૪) ફિરોજ મમાણી ની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત કેનકોર કંપનીના ૪ કન્ટેનર , કટિંગ ભંગાર , ગેસના નાના મોટા સિલિન્ડર , ગેસ કટરગન, તેમજ ૩ મોબાઈલ સહિત કી.રૂ.૧૩,૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.