આવતી કાલે મોઢેરા થી બહુચરાજી નવા પદયાત્રા માર્ગ ઉપર ભક્તિ શક્તિ પદયાત્રાની શરૂઆત દેવ દિવાળીના દિવસે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ કરાવશે
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ શ્રી બળવંતસિંહ રાજપુત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે
પવિત્ર યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા મોઢેરા થી બહુચરાજી સુધીના નવા વોકવે ની શરૂઆત ૨૭ નવેમ્બર 9:30 કલાકે મોઢેશ્વરી મંદિર મોઢેરા થીથી શરૂઆત કરવામાં આવશે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર એક અખબારી યાદીમાં જણાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શ્રી ભક્તિ શક્તિ પદયાત્રા ગુજરાત સરકાર દ્વારા ફરી એવું જ એક ભવ્ય આયોજન છે.
શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી અને શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર, મોઢેરા બન્ને યાત્રાધામો ખાતે ભાવી ભક્તો બહોળા પ્રમાણમાં આવે છે અને વાર તહેવારે લાખોની સંખ્યામાં પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે. બન્ને મંદિરો વચ્ચેના યાત્રામાર્ગનું અંતર લગભગ ૧૫ કી.મી. જેટલું છે.
કારતક સુદ પુનમના દિવસે શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫ કી.મી. ના યાત્રામાર્ગ પર ભાવિક ભક્તો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાનો હેતુ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને માતંગી તીર્થ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનના મનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે.
તારીખ ૨૭/૧૧/૨૦૨૩ને દેવદિવાળીના પવિત્ર પર્વે પદયાત્રાના પ્રારંભ થશે
આ શુભ પ્રસંગે શ્રી સી.આર. પાટીલ, સાંસદશ્રી અને અધ્યક્ષશ્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, શ્રી ઋષિકેશ પટેલ, માન.મંત્રીશ્રી (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો), શ્રી બળવંતસિંહ રાજપૂત, માન.મંત્રીશ્રી (ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર) તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો શુભારંભ તારીખ 27 નવેમ્બર 2023 દેવ દિવાળીના દિવસે સવારે 9:30 કલાકે શ્રી મોઢેશ્વરી મંદિર મોઢેરા ખાતેથી થશે.
આ પદયાત્રા સુખદ અને સલામત બની રહે એ હેતુથી રાજ્યના માન.મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ના રોજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું તથા સ્થળ મુલાકાત લઈને ટૂંકા ગાળાના આયોજનના ભાગરૂપે રસ્તાની આજુબાજુમાં સાફ સફાઈ, સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થા સમીક્ષા કરવામાં આવી.
ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે પગદંડી બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં માટીકામ, બન્ને બાજુ વૃક્ષારોપણ, સાઈનબોર્ડ જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે જનતાજનાર્દનને સંસ્કૃતિ, શ્રદ્ધા અને શક્તિ-ભક્તિના ઉત્સવ સમાન આ પદયાત્રામાં જોડાવા આહવાહન કર્યુ છે અને ભવિષ્યમાં આ પદયાત્રા પ્રત્યેક પૂનમે યોજાય તેવી એક પરંપરા બને એવી માતાજીના ચરણોમાં અભ્યર્થના કરેલ છે.
=====
પ્રતિ તંત્રી શ્રી /ચેનલ હેડ
આપના સુપ્રસિદ્ધ અખબાર /ટીવી ચેનલમાં ઉપરોક્ત સમાચાર જનતાના હિતાર્થે ધ્યાને લઈ અને કવરેજ આપવા માટે આપના પ્રતિનિધિને મોકલશો
-ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત
શ્રી બહુચરાજીમાતાજી મંદિર, બેચરાજી





