Tuesday, March 10, 2026

આમ આદમી પાર્ટી ભાણવડ દ્વારા સિંચાઈ માટે આપવામાં આવતો ૩ (થ્રી) ફેઈઝ પાવર રેગ્યુલર કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું…

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી ભાણવડ દ્વારા સિંચાઈ માટે આપવામાં આવતો ૩ (થ્રી) ફેઈઝ પાવર રેગ્યુલર કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આમ આદમી પાર્ટી તેમજ બહોળા ખેડુત વર્ગની માંગણી છે કે, છેલ્લા કેટલાક દિવસથી સિંચાઈ માટે જે ૩ (થ્રી) ફેઈઝ પાવર આપવામાં આવે છે તેમાં વારંવાર ધાંધીયા થઈ રહયા છે, એક તો ૧૦ થી ૧૨ કલાક પાવર આપવાના બદલે માત્ર ૮ કલાક જ આપવામાં આવે છે. તેમાં પણ થ્રી ફેઈઝ લાઈટ વારંવાર ટ્રીપીંગ થઈ રહી છે. જેનાથી ખેડુતો ખુબ જ હેરન થઈ રહયા છે. લોડ સેડીંગના નામે ચાલુ ૩ (થ્રી) ફેઈઝ બંધ કરી નાખવામાં આવે છે. હાલ મગળફી, કપાસ જેવા પાકોમાં પાણી ચાલુ હોય ત્યારે લાઈટની સમસ્યા બહુજ રહે છે. તો જગતના તાતને ખેતી કઈ રીતે કરવી ? વારંવાર પાવર જવાથી ૮ કલાક પાવર પુરો થતાં ૨૪ કલાક ખેડુતોએ જાગવું પડે છે.

આ ઉપરાંત ખેતીમાં આપવામાં આવતો ૩ (થ્રી) ફેઈઝ પાવર ૮ કલાક ના બદલે ૧૨ કલાક આપવામાં આવે એવી માંગણી છે. ઉપરોકત મુદે તાત્કાલીક યોગ્ય કરવામાં આવે અને ખેડુતોની સમસ્યાનો હલ તાત્કાલીકે કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,595,222

TRENDING NOW