Friday, May 2, 2025

આમ આદમી પાર્ટી દ્વારા પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી હકદાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું..

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી હકદાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું..

દેવભૂમિ દ્વારકા, ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે. સરકાર દ્વારા જુલાઈ અને ઓગસ્ટના નુકસાન માટે સર્વેની જાહેરાત કરી અને પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર ₹22,000, બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર ₹11,000/- રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી…!

સર્વેમાં જે ટીમ ગઈ હતી એ ટીમોં એમને આખી સર્વેની પ્રક્રિયાને ઠેબે ચડાવી! દરેક ખેતરે સરપંચ અને તલાટીને સાથે રાખી નુકસાનીનું પંચરોજ કામ કરવાને બદલે માત્ર ઓફિસમાં બેસી, ક્યાંક ક્યાંક તો ગામના કોઈક આગેવાનને માત્ર ફોનથી પૂછીને નુકસાનીના આંકડા લખ્યા જેના કારણે ખેડૂતોને મળવા પાત્ર જે રકમ હતી એ મળી નહિ. ખેડૂતો પાસે સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરાવડાવવામાં આવ્યા જ્યારે સહાયની રકમ જમા થઈ ત્યારે ખબર પડી કે ખેડૂતો સાથે છેતરતરપિંડી થઈ છે. સર્વેમાં ગયેલી ટીમ દ્વારા ખોટા આંકડાઓ લખવામાં આવ્યા છે. અમુક ગામડાં આખેઆખાં સહાય અને સર્વેથી જ બાકાત રહી ગયા, જ્યારે અમુક ખેડૂતોને સહાયથી બાકાત રાખવામાં આવ્યા. જેને સહાય મળી રહી છે તે ખેડૂતોને નુકસાનીનું ક્ષેત્રફળ ઘટાડી ઓછી સહાય મળે એ માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું.! સર્વેના આ આખા તરકટની એક તટસ્થ એજન્સીને સંપૂર્ણ તપાસ સોંપવામાં આવે. સર્વે ટીમ દ્વારા એક પણ ગામમાં સમજણપૂર્વક સરપંચને સાથે સર્વે કરવામાં આવ્યો નથી. મોટાભાગના સરપંચોને માત્ર ‘સર્વે કરવા આવ્યા હતા, એક સહી કરી આપો’ એટલું કહીને સહી લઈ લેવામાં આવી છે. અમુક સરપંચોને આજ પણ ખબર નથી કે પોતે સર્વે કમિટીના સભ્ય છે..! ગ્રામ સવકો, વિસ્તરણ અધિકારીઓ દ્વારા સર્વેમાં ગોટાળો કરી ગુજરાત સરકારની આજ્ઞાનો અનાદર કર્યો છે. જેઓએ ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરી છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે અને જે ખેડૂતો અધિકારીઓની નિષ્કાળજીને કારણે સહાયથી વંચિત રહ્યા છે એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળી રહે એવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે..!

જો ખરેખર સરકાર ખેડૂતોને સહાય કરવા બાબતે સંવેદનશીલ હશે અને ઉપરથી કોઈ મૌખિક હુકમો આપવામાં નહિ આવ્યા હોય તો અમને આશા છે કે સરકારના હુકમ અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ, કર્મચારીઓ સામે તાત્કાલિક ખાતાકીય તપાસ અને ફોજદારી કાર્યવાહી શરૂ કરી દાખલો બેસાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી..

Related Articles

Total Website visit

1,502,688

TRENDING NOW