મોરબી: આગામી સમય તા. ૩ ના રોજ પેટા ચુંટણી યોજવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ લડી રહી છે.
ત્યારે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ૧૬- રણછોડગઢ તાલુકા પંચાયત પેટા ચુંટણી માટે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર કુકવાવા અનુબેન મયુરભાઈઅે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ જિલ્લા મંત્રી રાજભા ગઢવી, શંકરભાઈ શીણોજિયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, વિપુલભાઈ રબારી,રમેશભાઇ નંદેશારિયા તેમજ આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ અને ઉમેદવાર ના ટેકેદારો હાજર રહ્યા હતા.
