મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા. વસંતભાઈનો પરિચય આપીયે તો તેઓ મોરબી નગરપાલિકાનાં વોર્ડ નંબર ૧ ના કાઉન્સિલર તરીકે જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ તેઅો ૫ વર્ષ કોંગ્રેસ ૫ વર્ષ ભાજપમાંથી જીતતા આવ્યા છે. તેવો આજે ઈમાનદાર પાર્ટી અામ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા હતા.
તેમનુ સ્વાગત ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જિલ્લા ઉપપ્રમુખ સંજભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા કરવામાં આવ્યું હતુ. સાથે સાથે વસંતભાઈ ગોરીયાને મોરબી શહેરના પ્રભારી તરિકે નિમણુંક પણ આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં મોરબી શહેરમાંથી ધણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાસે તેવો વિશ્વાસ વસંતભાઈએ વ્યક્ત કર્યો હતો.
