મોરબી: જામદુધઈ ગામની બાજુમાં ખેતમજુરી કરતાં પરપ્રાંતિય પરિવારની મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતાં આમરણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંર્પક કર્યો હતો. અને 108 ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાને ખેતરમાં જ ડિલેવરી કરાવી અનોખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ આમરણ 108ની ટીમને તા. 23ના રોજ વહેલી સવારે જામદુધઇ ગામની બાજુમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય મહિલા અંતરાબેન મગનભાઇને પ્રસુતિ પીડા (ડિલેવરી) ઉપડતાં 108 ટીમને કોલ કર્યો હતો. જેથી 108 ટીમ તાત્કાલીક જામદુધઈ ગામના વાડી વિસ્તારમાં દોડી ગઈ હતી. અને વરસાદના કારણે એમ્બ્યુલન્સ ચાલી શકે તેમ ન હોવાથી ચાલીને વાડી વિસ્તારમાં જઈને મહિલાની હાલત જોતા અતિશય પીડા અને દુખાવો થતાં સ્થળ ઉપર જ ડિલેવરી કરાવી હતી. અને મહિલાને નજીકના આમરણ PHC સેન્ટર ખાતે દાખલ કરવામાં આવી હતી.