Saturday, May 3, 2025

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લામાં પૂર અને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

Advertisement
Advertisement
Advertisement

વેરાવળ, કચ્છ અમદાવાદના રડાર કામ નથી કરી રહ્યા, માટે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે: ઈસુદાન ગઢવી

વેરાવળમાં ફક્ત ચાર-પાંચ કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી પડ્યું છે: ઈસુદાન ગઢવી

તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો, માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે: ઈસુદાન ગઢવી

હું નરેન્દ્ર ભાઈ મોદીને પણ અપીલ કરીશ કે કેન્દ્ર સરકાર પણ 2000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે: ઈસુદાન ગઢવી

સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરીને લોકોને વળતર ચૂકવે: ઈસુદાન ગઢવી

સમગ્ર ગુજરાતમાં ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે. ખૂબ જ જમીનોનું ધોવાણ થયું છે, પાકનું ધોવાણ થયું છે અને પશુઓ મૃત્યુ પામ્યા છે: ઈસુદાન ગઢવી

વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી: ઈસુદાન ગઢવી

અમદાવાદ/દ્વારકા/ગીર સોમનાથ/જુનાગઢ/અમરેલી/બોટાદ/ભાવનગર/પોરબંદર/કચ્છ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી હાલ દ્વારકા જિલ્લાના મુલાકાતે છે અને ગામોમાં જ્યાં લોકોને ખૂબ જ નુકસાન થયું છે તેવી જગ્યાએ જઈને ઈસુદાનભાઈ ગઢવીએ લોકોની પરિસ્થિતિ જાણી અને તેમને હિંમત આપી. ઈસુદાનભાઈ ગઢવીએ જોયું કે હજુ પણ ઘણા ખેતરોમાં ખૂબ જ પાણી છે અને મોટાભાગે બધા ખેતરોના પાક બરબાદ થઈ ગયા છે. ઈસુદાનભાઈ ગઢવીએ પાકમાં નુકસાન ભોગવનાર ખેડૂતો સાથે પણ મુલાકાત કરી અને તેમની દુઃખદ પરિસ્થિતિ જાણી. ત્યારબાદ ઈસુદાનભાઈ ગઢવીએ એક વીડિયોના માધ્યમથી આ સમગ્ર ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, એક બાજુ ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું વાતાવરણ છે અને બીજી બાજુ વેરાવળ, કચ્છ અને અમદાવાદમાં સ્થાપિત રડાર સિસ્ટમ બરાબર કામ નથી કરતી. જેના કારણે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે. વેરાવળમાં ફક્ત ચાર પાંચ કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી પડ્યું છે. જેના કારણે સરકાર ખેડૂતોને સમયસર વરસાદ અને વાવાઝોડાની જાણકારી નથી પહોંચાડી શકતી જેનાથી ખેડૂતો અને માછીમારોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાએ ખૂબ જ તબાહી મચાવી છે.

આજે હું દ્વારકાના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું. અહીંયા ઘણા થાંભલા ફક્ત લટકી રહ્યા છે અને ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિમાં છે. ઘણી જગ્યાએ થાંભલા પડી ગયા છે પરંતુ તંત્ર પહોંચ્યું નથી. કેટલીય જગ્યાએ જમીનનું ધોવાણ થયું છે, પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણી જગ્યા પર ખેડૂતો બે બે દિવસથી પુરાઈ રહ્યા છે. વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી. હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તમે હવાઈ નિરીક્ષણ કરો છો ત્યારબાદ તમે અધિકારીઓને કામ કરવા માટે છૂટા કરી દો, હાલ જીઇબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા, બીજી બાજુ લોકો ખૂબ જ પરેશાન છે. જો આવી પરિસ્થિતિ રહી તો તમે સર્વે કઈ રીતે કરી શકશો.

સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સૌપ્રથમ કેસ ડોલની વ્યવસ્થા કરો, તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો, માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે. હું નરેન્દ્ર ભાઈ મોદીને પણ કહીશ કે કેન્દ્ર સરકાર પણ 2000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે. કારણ કે આજે સમગ્ર ગુજરાતમાં ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે. ખૂબ જ જમીનોનું ધોવાણ થયું છે, પાકનું ધોવાણ થયું છે, મગફળી, કપાસ, સોયાબીન જેવા અનેક પાકોને ખૂબ જ નુકસાન થયું છે. અને આ નુકસાન ફક્ત દ્વારકા જિલ્લામાં જ નહીં, પરંતુ ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર સહિત મોટાભાગના તમામ જિલ્લાઓમાં નુકસાન થયું છે. માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરીને લોકોને વળતર ચૂકવવામાં આવે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW