આ સ્વચ્છતા અભિયાન માર્શલ રેલી મહાનગર પાલિકા દ્વારા સેક્ટર 13 ખાતે યોજાઈ હતી. આ માર્શલ રેલી માં
આદત બદલો દેશ બચાવો, સ્વચ્છતા જાળવો કચરો કચરા પેટીમાં નાંખો અંતર્ગત બેનરો સાથે મહાનગર ગાંધીનગર દ્વારા યોજાયેલી આ માર્શલ રેલી માં મહાનગર ગાંધીનગર ના શ્રી રાહુલ ભાઈ રામી મેનેજર,વિકાશ ગોંડલિયા મૅનેજર, વિપુલ સિંહ ડાભી ઝોનલ ઓફિસર સેનેટરી શાખા, હેતલ બેન દસાડીયા સમાજ સંગઠક, નિતા બેન પટેલ સમાજ સંગઠક દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ સામાજિક કાર્યકર સાહિત્યકાર , કાંતિભાઈ પટેલ, સેક્ટર 14 (એડવોકેટ)વિશિષ્ટ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા , શ્રીમતી ધર્મિષ્ઠા બેન ચૌહાણ જયંત ભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રો બોલાવ્યા હતા
કોર્પોરેટર પ્રેમલતા બેન, ભાવના બા અને ગૌરાંગ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા
નિલેશ મેહરિયા, સાધુ મહેશ ભાઈ, ભરત ભાઈ અને વિનોદ ઉદેચા દ્વારા રેલી ને માર્ગ દર્શન આપ્યું હતું
આ રેલી માં ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અને રેલી ના ઉદ્દેશ્ય ને સફળ બનાવ્યો હતો.
મેનેજર શ્રી રામી સાહેબ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


ડૉ ગુલાબ ચંદ પટેલ
પ્રમુખ શ્રી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત
Mo 884979437