Tuesday, March 17, 2026

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં વિરાંજલી કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં વિરાંજલી કાર્યક્રમ યોજાયો

મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ખાતે ગઈકાલે તા ૮ના રોજ સાંજ ૧૬મો વિરાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા, મોરબી કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડા અને રાજકોટ સાસંદ મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ દુર્લભજી દેથરીયા તથા મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે સહિત સો કરતાં વધુ કલાકારો દ્વારા અંગ્રેજો સામે લડત આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા દ્વારકાના મુળુભા માણેક તેમજ ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના અભિયાનથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ સ્વતંત્રસેનાનીઓ જીવનગાથાને વર્ણવી હતી. જે કાર્યક્રમને ૧૫૦૦૦થી વધુ લોકોએ નિહાળ્યો હતો. વિર શહિદ ક્રાંતિકારીઓની શહીદીને યાદ કરી વિસરાયેલી વીરગાથાઓ પુનઃ જીવિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

વિરાંજલી કાર્યક્રમના અંતે કલાકાર સાંઈરામ દવે દ્વારા દેશભક્તિ અંતિમ સ્વાસ સુધી નિભાવવી તેમજ તિરંગાને હંમેશા પોતાના દિલમાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,597,958

TRENDING NOW