મોરબી : નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” કાર્યક્રમ યોજાયો હતો.
સમારોહના અધ્યક્ષ એન.કે.મુછાર તેમજ એમ.આઈ. પઠાણ દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” શપથ સચિન પાલ દ્વારા લેવડાવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતુ.
તારીખ ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું કાર્યક્રમ કરવામાં આવેલ. યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્ર ને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. જેમાં ૭૫ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી રેલી યોજાય હતી. શ્રીમતી જે.એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય ગ્રાઉન્ડમાં દોડ યોજાય હતી. જેમાં પ્રથમ, દ્રિતીય, તૃતિય નંબર આવેલ વિદ્યાર્થીનીઓને સમારોહના અધ્યક્ષ એન.કે.મુછાર, કન્યા છાત્રાલયના પ્રમુખશ્રી બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયાના હસ્તે પ્રમાણપત્ર અને સીલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ભાવેશભાઈ જેતપરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, ડી.વાય.એસ.પી. એમ.આઈ. પઠાણ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, રાહુલ જોષી. પ્રીન્સીપાલ પી.કે. પટેલ, પ્રો. વનીતાબેન કગથરા, દિશાબેન સોલંકી, ગોપીબેન વાઘેલા તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.