▪️Happy birthday
▪️ભીખુદાન ગઢવીનો જન્મ 19 સપ્ટેમ્બર 1948 ના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણેકવાડા ગામમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે 20 વર્ષની ઉંમરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
▪️ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગની કૃતિઓ વાંચીને, ગાવીને તેઓ ગીત લેખન માટે પ્રેરિત થયાં હતાં અને તેમણે ડાયરા પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ગુજરાતની લોક સંગીત પરંપરા જ્યાં કલાકાર કથા વાર્તાઓ ગાય છે. તેમણે યુ.એસ., યુકે અને ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં રજૂઆત કરી છે.
▪️તેમણે 350 થી વધુ ઓડિયો આલ્બમ્સ આપણને આપ્યા છે. જેમા વીર માંગડાવાળો, મહારાણા પ્રતાપ, કાદુ મકરાણી, વીર રામવાળો, વીર ચાંપરાજવાળો, જોગીદાસ ખુમાણ, મુળુ માણેક, વીર અભીમન્યુ, સતિ રાણેકદેવી, મીંરાબાઇ, રામદેવ ચરિત્ર અને સતાધારનો પાડો વગેરે વગેરે.. મહાન પરાક્રમી ગાથાઓ આપણને મળી છે.
▪️સને 2009 માં સંગીત નાટક અકાદમીએ તેમને અકાદમી પુરસ્કાર એનાયત કર્યો તે પહેલા તેમને ગુજરાત સરકારનો ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો.ભારત સરકારે તેમને સને 2016 માં પદ્મશ્રીના સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેઓ શ્રી દુલા ભાયા કાગ પુરસ્કાર પણ પ્રાપ્તકર્તા છે. તેમણે ગજરાબા સાથે લગ્ન કર્યા હતા, તેમના પત્નીનુ થોડા મહિનાઓ પહેલા અવસાન થયેલ છે. તેમને એક પુત્ર છે જેમનુ નામ ભરતભાઈ છે. તેઓ ગુજરાતના જૂનાગઢમાં રહે છે.
▪️ચારણને છાજે અને શોભે તેવું સાદુ જીવન તેઓ જીવ્યા છે. મા શારદાની કૃર્પાથી તેઓ કદી છક્યા નહીં તેઓ જેમ જેમ પ્રગતી થતી ગઇ તેમ તેમ વધુ વિનમ્ર બનતા રહ્યા છે. ગુજરાતના લોક સાહિત્ય, લોક સંગીતમા અને લોકોના હ્રદયમા તેમણે બહુજ ઉંચું મુકામ મેળવ્યું છે. આજે તેમના જન્મદિવસ પર તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ..
- દશરથદાન ગઢવી