મોરબી ના આંદરણા ગામ ના રહેવાસી વિમલભાઈ હરજીભાઈ કાવર કે જેઓ વ્યવસાયે ખેતી કરે છે તેમના પુત્ર શ્લોક કાવરે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષામાં 99.36 PR અને A1 ગ્રેડ સાથે જ્વલંત સફળતા મેળવેલ છે. સાધરણ પરિવાર માંથી આવતા શ્લોકે ખેડૂત માતા પિતા ને ખેતી માં મદદ કરાવતા કરાવતા , ગામડા ની સ્કુલ માં અભ્યાસ કરીને, વગર ટ્યુસને જાતમહેનત થી આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હોય, સમસ્ત પરિવાર અને ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે.