આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન કચ્છ ગુજરાત દ્વારા મોરબીના ડિરેક્ટર ઓફ DRDA તથા એડિશનલ કલેકટર તેમજ મામલતદારની શુભેચ્છા મુલાકાત લઈ, માનવાધિકાર બાબતે ચર્ચા વિચારણા કરી.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન કચ્છ ગુજરાતના ડેપ્યુટી પ્રેસિડેન્ટ ગુજરાત પ્રભારી વેસ્ટ મનુભાઈ ચૌહાણ એ મોરબીના ડિરેક્ટર ઓફ DRDA તથા એડિશનલ કલેકટર નવલદાન ગઢવી સાહેબ તથા જિલ્લા મામલતદાર જે.એસ. સિંધી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે મનુભાઈ ચૌહાણ દ્વારા આ બંને અધિકારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અને લોકોના પ્રાણ પ્રશ્નો તેમજ માનવ અધિકાર બાબતે ચર્ચા વિચારણા કરી હતી. જે બાબતે બંને અધિકારીઓએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન કચ્છ ગુજરાત દ્વારા આ બંને અધિકારીઓ ડિરેક્ટર ઓફ DRDA તથા એડિશનલ કલેકટર નવલદાન ગઢવી સાહેબ તથા જિલ્લા મામલતદાર જે.એસ. સિંધી સાહેબને શીલ્ડ આપી આભાર વ્યક્ત કર્યો હતો.