વિષય: આંગણે વાવો શાકભાજી અભિયાન અંતર્ગત શાકભાજી બિયારણ ના નાના પેકેટ માત્ર ૫ રૂ લેખે વિતરણ.
શાકભાજી એ દરરોજ ની જરૂરિયાત છે, લીલા શાકભાજી જે આપણે બજાર માંથી ખરીદી ને ખાઈએ છીએ તેમાં આવતી જીવતો ને મારવા માટે ભયંકર જંતુનાશક દવાઑ નો છટકાવ કરવા માં આવે છે, જે ઝેર છે. આ ઝેર પાંદડા માં અને ઉત્પાદિત શાકભાજી માં ભળે છે, આવી જંતુનાશક દવા વાળી શાકભાજી ખાવા થી આપણું આરોગ્ય બગડે છે.
તાજેતર ના સંસોધનો દ્વારા જાણવા મળેલ છે કે કેન્સર થવા ના કારણો માં ઘણા બધા અંશે દવા વાળા શાકભાજી ખાવા થી થાય છે.
દવા વાળા શાકભાજી નો ખાવા હોય તો આપણે જાતે ઘર ના આંગણે કે અગાસી માં કુંડા માં શાકભાજી ઉછેરવા જોઈએ, અને જેની પાસે ખેતીવાડી ની જમીન હોય તેઓ એ પોતાની જરૂરિયાત પૂરતા શાકભાજી ઉગાડવા જોઈએ.
કોઈ પણ બીજ ના વાવેતર નો સામાન્ય નિયમ એવો છે કે બીજ ની જાડાઈ જેટલી માટી તેની ઉપર રાખવી જોઈએ, તો જ બીજ સારી રીતે ઊગી શકે. શાકભાજી ના વાવેતર માટે સારા નિતાર વાળી જમીન જોઈએ. જો ખૂબ જ ચીકણી માટી હોય તો તેમાં થોડી રેતી ભેળવવી જોઈએ.
બધા જ શાકભાજી ના વાવેતર બાદ ૫૦ થી ૬૦ દિવસે ઉત્પાદન મળતું હોય છે. ઘર આંગણે કે ખેતર વાડી માં શાકભાજી ઉછેરવાથી શુદ્ધ, સસ્તી, તાજી અને મનપસંદ શાકભાજી મળે છે, ઉપરાંત શાકભાજી ની વિવિધતા પણ મળી રહે છે.
આ શાકભાજી ઉછેર ની પ્રક્રિયામાં જોડાવા થી બીજ વાવેતર નું જ્ઞાન અને અનુભૂતિ મળે છે. દરરોજ પાણી પાવા ની પ્રક્રિયા થી કસરત થાય છે અને કુદરત સાથે નો નાતો જળવાઈ રહે છે, સૂર્યપ્રકાસ નો લાભ મળે છે અને મન ને અલૌકિક શાંતિ મળે છે, ઘર ના અન્ય સભ્યો ને આ પ્રક્રિયા માં જોડાવાનું મન થાય છે અને બધા જ શાકભાજી તેઓ ખાતા થાય છે.
ઘર આંગણે શાકભાજી નું વધુ ઉત્પાદન થાય છે, પડોસીઓ ને શાકભાજી ની અદલાબદલી કરવી પડે આમ જૂની પ્રથા (વાટકી વહેવાર) વધે છે.
તંદુરસ્તી જાળવવા માટે દરરોજ ૨૮૫ ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ, ભારતીય લોકો ની એવરેજ ૪૦ ગ્રામ છે.
ઘર આંગણે શાકભાજી ઉછેરવાથી શાકભાજી ખાવાનું પ્રમાણ વધી જાય છે અને એક ફળિયા માંથી સામાન્ય રીતે વાર્ષિક ૧૫૦૦૦ રૂ ના શાકભાજી નું ઉત્પાદન થાય છે, ગયા વર્ષે (૨૦૨૨) અમો નીચે જણાવેલ કુલ ૧૨ જાત ના ૧,૦૦,૦૦૦ બિયારણ ના નાના પેકેટ નું માત્ર રૂ ૫ લેખે કુલ ૪૦૦ ગામો માં વિતરણ કર્યું, આ વર્ષે (૨૦૨૩) પણ આવું જ વિતરણ તારીખ ૧૬/૦૫/૨૦૨૩ થી શરૂ કર્યું અને તારીખ ૨૮/૦૮/૨૦૨૩ સુધી માં કુલ ૩૭૫ ગામ માં ૧,૦૦,૦૦૦ પેકેટ નું રાહત દરે (૫ રૂ) વિતરણ કર્યું.
૧) ગુવાર ૨) ભીંડા ૩) મરચી ૪) રીંગણી ૫) ટમેટી ૬) દૂધી ૭) કારેલા ૮) ગલકા ૯) તૂરિયા ૧૦) કાકડી ૧૧) ચીભડા ૧૨) ચોળી
લોકો ને દેસી જાત ના સસ્તા બિયારણો પોતાના ગામ માં મળી શકે તે માટે ૧૨ જાત ના ચોમાસું શાકભાજી ના બિયારણ ના
નાના પેકેટ (એક પેકેટ કે જેની બજાર કિમત ૨૦ રૂ છે તેને ૫ રૂ લેખે) નું વિતરણ કર્યું.
શાકભાજી ના આ બિયરણો અમો નિધિ બિયારણ – રાજકોટ પાસે થી ૫ રૂ લેખે મેળવી લોકો ને ૫ રૂ લેખે આપીએ છીએ, ગામડે ગામડે જવા માટે વાહનભાડું હું ભોગવું છું.








વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ રાજકોટ
મો. 9427563898