Tuesday, June 23, 2026

અરજી આપવાનું બંધ કરી દેજે” કહી સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેનને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

“અરજી આપવાનું બંધ કરી દેજે” કહી સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેનને માર માર્યો.

મોરબી તાલુકાના સોખડા ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને ગામના જ અન્ય એક શખ્સે તું અરજીઓ કરવાનું બંધ કરી દે કહી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના સોખડા ગામની ગ્રામ પંચાયતના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણાને તેમના જ ગામના કિશોરભાઈ દેવદાનભાઈ બાલાસરાએ તું વારંવાર કેમ અરજીઓ કરે છે કહી ગાળા ગાળી કરી ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,609,132

TRENDING NOW