Saturday, May 10, 2025

અમરેલી ગામ સમસ્ત દ્વારા શહિદોને શ્રદ્ધાંજલી અપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માર્ગદર્શનમાં અમરેલી ઠાકોર સેનાએ ગ્રામ સમિતિ અને અમરેલી ગામ સમસ્ત દ્વારા તા. 26ના રોજ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની રાષ્ટ્રપ્રેમની વિચારધારા મુજબ આ કાર્યક્રમનું આયોજન સમસ્ત અમરેલી ગામને સાથે રાખી કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય મહેમાનમાં મોરબી જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ ચતુરભાઈ પાટડીયા, મોરબી ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય અને સમાજ અગ્રણી અશ્વિન (તુલશી) પાટડીયા,સમાજ મહાદેવજી ઠાકોર (રાધનપુર), મનુભાઈ ઠાકોર અને પાટીદાર અગ્રણી વિજયભાઈ, મોરબી શહેર મીડિયા સેલ યોગેશભાઈ, મયુરભાઈ બાબરીયા વાંકાનેર હાજરી આપી હતી.

તેમાં મહેમાનો દ્વારા દેશભક્તિ અને સમાજ, સંગઠ્ઠાન, શિક્ષણ અને સેવાકીય કાર્યક્રમો બાબત તમામ સમાજ સાથે મળી સમાજના ઉત્થાન માટેના કામ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અમરેલી ઠાકોર સેનાના કાર્યકરો જયદીપભાઈ ઠાકોર અમરેલી ઠાકોર સેના પ્રમુખ,વિપુલ ભાઈ ઉપ પ્રમુખ,તેમજ અમરેલી ઠાકોર સેના સમિતિ તમામ યુવાન મિત્રો અને પાટીદાર સમાજના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,847

TRENDING NOW