અમદાવાદ ઉમીયા માતાજીના મંદિર ખાતે મહા પીઠનું સ્થાપન પુજન અર્ચન વિધિ રાખવામાં આવી

અમદાવાદ મુકામે એસજી હાઈવે ઉપર સોલા બ્રિજની બાજુમાં ઉમીયા કેમ્પસમાં ઉમીયા માતાજીના મંદિરનું સ્થાપન અને દિકરા દિકરીઓના હોસ્ટેલ માટેનું ડેવલપીંગ કામ ચાલુ છે જેનું એક વર્ષ પહેલાં ખાત મુહુર્ત કરવામાં આવેલું અને એજ પરિસરમાં મંદિરના બેજ તૈયાર થઈ ગયા અને મહા પીઠનું સ્થાપન પુજન અર્ચન વિધિ રાખવામાં આવી હતી. સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક દાતાઓ અને ઉમિયા મંદિર પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પૂર્વ નાયબ સીએમ નિતીનભાઈ પટેલ, સન હાર્ટ ગ્રુપના એમડી, અને લક્ષચંડી યજ્ઞ મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા, અને ઉપપ્રમુખ રમેશભાઈ દુધવાળા, તેમજ મોટા દાતા પ્રહલાદભાઈ કામેશ્વર,ને અનેક આગેવાન, મંદિરના સેક્રેટરી દિલીપભાઈ, તથા સર્વે હોદેદારો તેમજ સૌવ કાર્યકરો સ્વયંમસેવકો સાથે રહી બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને વિધીવત પુર્ણ કરવામાં આવ્યો. ૬ કરોડ જેટલુ દાન સંસ્થાને મળ્યું. સંસ્થાનું ડેવલપીંગ કામ ચાલુ છે. દિકરા દિકરીઓના ભણવા માટે હોસ્ટેલ બનાવનું કામ પણ ચાલુ છે.


