ટંકારા : ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી ચાંદખેડા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર)નો બાઈક ચોરીનો વણશોધાયેલ ગુન્હાના આરોપીને ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.
ગઈ કાલના રોજ ટંકારા તાલુકા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન સામે આવેલ KGN પાન પાસે ઉભેલ હોય તે દરમિયાન એક નંબર પ્લેટ વગરના બજાજ કંપનીના પલ્સર મોટર સાયકલના ચાલક ભુરસીંગભાઇ ભાવસીંગભાઇ ખરાડી (રહે.હાલ પાંચવડા તા.જસદણ જી.રાજકોટ મૂળ રહે.સનોળ ગામ તા.રણાપુર જી.જાંબવા. મધ્યપ્રદેશ) વાળા શંકાસ્પદ રીતે ત્યાં આવતા તેના પાસેના પલ્સર મોટરસાયકલ આર.ટી.ઓ.ને લગતા કાગળૉ માગતા નહીં હોવાનું જણાવ્યું હતું.
તેથી પોલીસે તેના ચેસીસ નંબર જોતા MD2A11CX2LCG42543 તથા એન્જીન નંબર DHXCLG87914 ના હોય જે ચેસીસ નંબર ઇ ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપ માં સર્ચ કરતા તેના રજીસ્ટ્રેશન નંબર GJ-01-VH-4734 હોય જેના માલીકનો ટેલીફોનીક સંપર્ક કરતા સદર મો.સા.તા.૦૬/૦૩/૨૦૨૧ ના રોજ થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ અને જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલનું જણાવ્યું હતું.
આથી પોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હોય. પોલીસે ચોરાયેલ બાઈકની કિ.રૂ.૬૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબ્જે કરી ચાંદખેડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી આરોપી મુદામાલ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.