અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા શખ્સને પકડી પાડતિ મોરબી AHTU ટીમ
મોરબી: પાંચેક માસ પહેલા મધ્યપ્રદેશ રાજયના નિમચ જિલ્લાના મનાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરવયની બાળાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢવામાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમને સફળતા મળેલ છે.
મોરબી પોલીસ અધિક્ષક દ્વારા સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુના શોધી કાઢી ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય તેથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા AHTUની ટીમ કાર્યરત હોય તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ તથા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને સંયુકતમાં ખાનગી બાતમી મળેલ કે, બંધુનગર વિસ્તારમાં મધ્યપ્રદેશ રાજય ખાતેથી સગીરબાળાનું અપહરણ કરી લઇ આવેલ આરોપી તથા અપહરણ થયેલ બાળા શંકાસ્પદ હાલતમાં રહે છે.
જે અન્વયે AHTU તથા ટેકનીકલ ટીમ મોરબીના સટાફને મધ્ય પ્રદેશ રાજયના નિમચ જીલ્લાના મનાસા ખાતે એસ.ડી.પી.ઓ. સાથે ટેલીફોનીક સંપર્કમાં રહી નિમચ જિલ્લાના મનાસા પોલીસ સ્ટેશનનો ગુનેગાર ભોગ બનનારનુ અપહરણ કરી લઇ જનાર અજાણ્યો ઇસમ તથા ભોગબનનાર બન્ને મોરબી તાલુકાના બંધુનગર વિસ્તારની આજુબાજુમાં છે જે બન્નેના ફોટોગ્રાફ મેળવી કાર્યવાહી કરતા પાંચ માસ પહેલા ભોગબનનારનુ અજાણ્યા ઇસમે અપહરણ કરેલ આરોપી નેપાલ ફુલચંદ બૈરાગી ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે. રાવતપુરા વોર્ડ નં ૪ મકાન નં-૬ પોસ્ટ પડદા જી.નિમચ (મધ્ય પ્રદેશ) વાળો ભોગબનનાર સાથે મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ મધ્ય પ્રદેશ રાજયના નિમચ જિલ્લા ખાતે જાણ કરવામાં આવેલ છે.