અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીના સ્ટેન્ડ અને કુંડાનું વિતરણ કરાયું
મોરબી: ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો પણ વધ્યો છે. સામે વૃક્ષોનું પ્રમાણ દિવસેને દિવસે ઓછું થય રહ્યું છે. ત્યારે પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં બહુ સમસ્યાઓ પડતી હોય છે.
ત્યારે હોલી નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર મહિલા ટીમને ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા સ્ટેન્ડ બનાવી વિતરણ કરવાનો વિચાર આવતા તેમણે આ કાર્ય હાથ ધર્યું હતું. અને મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકના વિસ્તારોમાં ઘરે ઘરે ગ્રુપની મહિલાઓ જઇ ચકલીના સ્ટેન્ડ તથા ચકલીના પીવા માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
