Saturday, March 7, 2026

અધિક સેશન્સ જજ પંડ્યા સાહેબનો ચુકાદો સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ

Advertisement
Advertisement
Advertisement

અધિક સેશન્સ જજ પંડ્યા સાહેબનો ચુકાદો સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ ર નં ૧૫૮૮/૨૦૨૫ થી IPC ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,૧૨૦ અને કલમ ૩૪ થી નામદાર કોર્ટના આદેશથી ગુનો દાખલ થયો હતો

જેમાં મોરબીના ખેડૂતની ૧૦૦ કરોડની કીમતી જમીન પચાવી પાડવા છેતરપિંડી અને ભોળવીને દસ્તાવેજ કરી લીધો અને અવેજની રકમ દેખાડવા RDC બેંકમાં ખોટી સહીઓ કરી ચેકબુક મેળવી કરોડોના ટ્રાન્જેક્શન કર્યા જેમાં બેંક કર્મચારીની સંડોવણી ખુદ બેંકે સ્વીકારી હતી

આ કેસની તપાસમાં પોલીસ ઉપર પણ ફરિયાદી દ્વારા ગંભીર આક્ષેપો કર્યા છે ખુદ કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ થઈ તેમ છતાં આરોપીની ધરપકડને નામે નાટક છે આરોપી કનૈયાલાલ દેત્રોજા સામે ચાલી હાજર થયો હતો જેની ગોઠવણ.com ની ચર્ચા જગજાહેર છે

જેમાં આરોપી નંબર (૨) ને UPSC વિધાર્થી હોવાની રજૂવતો ના ગ્રાઉન્ડ ઉપર જમીન આપી દીધા જેમાં મોરબી જિલ્લાની હદ નહીં છોડવા ઉપર શરતો રાખી હતી ,જો કે UPSC કોઇ કોલેજ કે યુનિવર્સિટી નથી જેની પરીક્ષા ઘરે બેઠા પણ કોઈ પણ ગ્રેજ્યુટ આપી શકે છે

આરોપી નંબર (૧) કનૈયાલાલ દેત્રોજા જેના હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન વિદ્રોલ છે અને આ કનૈયાલાલ દેત્રોજા જમીન વિકાસ નિગમ બોર્ડ નો ભૂતપૂર્વ કૌભાંડી અધિકારી છે જેમાં હજારો કરોડનું કોભાંડ થયું જેના ઉપર ACB અને ED એ ગુના દાખલ કરેલ પણ આજ દિન સુધી ચાર્જશીટ બની નથી ,ગુજરાત સરકારનું આ મોટામાં મોટું કોભાંડ છે જેને દબાવી દેવામાં આવ્યું

ફરિયાદી ને જાણ થઈ કે આરોપી અને તેનો પુત્ર વિશ્વાસ કે જે શરતભંગ કરી ને વડોદરા ખાતે છે એટલે તેણે ફોટો, વિડિઓ અને લોકેશન સાથે મોરબી પોલીસ ને અરજી કરી જેથી મોરબી પોલીસ વડોદરા ની ગોરવા પોલીસને જાણ કરી તારીખ ૧૪/૧૧/૨૦૨૫ના બપોરે ૧૨:૪૫ વાગે આરોપીની ધરપકડ કરી ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા આ ધરપકડ વખતે આરોપી વિશ્વાસ પણ હતો

ગોરવા પોલીસના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ દ્વારા મોરબી પોલીસને આરોપી કનૈયાલાલ નો કબજો લેવા વર્ધી લખાવી જેની નોંધ પોલીસ ડાયરી માં કરવામાં આવી અને મોરબી પોલીસ બપોરે ૨:૪૫ વાગ્યે સરકારી ગાડી લઈ આરોપી નો કબજો લેવા રવાના થાય છે પરતુ તારાપુર ચોકડી પાસે પહોંચે ત્યારે સાંજે ૮:૦૫ વાગે ગોરવા પોલીસ થી ફોન આવે છે કે આરોપી ભાગી ગયેલ છે

ત્યાર બાદ આ પ્રકરણ વડોદરામાં ટોક ઓફ ટાઉન છે પેલા પોલીસ દ્વારા મીડિયાને માહિતી આપી કે છાતીમાં દુખાવો થતા દવા લેવા ગયેલ છે, નજર ચૂકવી જતો રહેલ છે આવો આરોપીને પકડ્યો જ નથી વગેરે વગેરે જેની તપાસ હાલ ACP ચલાવી રહ્યા છે , રાજ્ય ના ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધી ને નહીં છોડવાના ભાષણ આપે છે પોલીસ તો પકડેલાને પણ ભગાડી દેશે હાલ વડોદરા પણ તપાસના નામે ધતિંગ ચાલે છે

મોરબી કોર્ટમાં આરોપી વિશ્વાસ દેત્રોજા વિરુદ્ધ પોલીસ જામીન શરતભંગ ની અરજી કરે છે જેના નં ફો.૫.અ ૧૩૫૯/૨૦૨૫ છે જેમાં પોલીસ આરોપી વડોદરા હોવાના પુરાવા રજૂ કરે છે હોટલ માં જમતો હોય એવા CCTV ફૂટેજ રજૂ કરે છે , તથા હોટલ માલિક નીરવ ચંદ્રચૂડ કડું નું નિવેદન મૂકે છે જેમાં તે આરોપી વિશ્વાસ દેત્રોજા અને કનૈયાલાલ દેત્રોજાને ઓળખી બતાવે છે અને છેલ્લા ૧૦ વર્ષ થી ઓળખે પણ છે તેવું જણાવે છે

ફરિયાદ પક્ષે એડવોકેટ ધ્રુવિલ ભીમાણી સરકારી વકીલના સહયોગમાં વિશ્વાસના CCTV ફૂટેજ અને ભાગી ગયેલ કેનયલાલ વિરૂધ્ધ ની ફરિયાદ અને ન્યૂઝ કટીંગ વગેરે રજૂ થાય છે આ કેસ જજ પંડ્યા સાહેબ માં ચાલી જાય. છે અને એક હુકમ થાય છે

આ ચુકાદો વકિલ આલમ માં વધુને વધુ ચર્ચિત અને ફોરવર્ડ થઈ રહ્યો છે જેના હુકમ ની લિંક આ ન્યૂઝ સાથે આપે છેhttps://app.ecourts.gov.in/ecourt_mobile_encrypted_DC/display_pdf.php?filename=cK%2FWjE7TMy7GWjfoC152dzbKqxAcyL7DI0Ehv9MsdQZfXYNzbD6PkY8%2B%2BWAG%2BUj0&caseno=D0sDqLo4ZeYxu2M3xAM478MdddZBDancSQ0lSGfGKR4%3D&cCode=XqU1OIe0uH0otXIBdH98KA%3D%3D&appFlag=&state_cd=4Xga%2Fwar2xm0q3oTA3n5Lg%3D%3D&dist_cd=Wa8PjzftNjCi20a%2Btslamg%3D%3D&court_code=XqU1OIe0uH0otXIBdH98KA%3D%3D&bilingual_flag=0

Related Articles

Total Website visit

1,595,074

TRENDING NOW