હળવદ તાલુકાના અજીતગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા ૩ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજિતગઢ ગામેં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઓધવજીભાઇ નારાણભાઇ ઉપાસરીયા (રહે. જુના ઘાટીલા નવા પ્લોટ તા.માળીયા મિયાણા), નદીમભાઇ યુસુબભાઇ ભટ્ટી (રહે. જંગ્રરી વાસ, હળવદ જી.મોરબી),તથા મિતેશભાઇ કૌશીકભાઇ શુકલ ( રહે. દરબાર નાકા પાસે, હળવદ) ને રોકડ રકમ રૂ. ૪૫૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.