Wednesday, March 11, 2026

અજાણયા વાહનની હડફેટે બાઈક સવારનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટિયા નજીક અજાણયા વાહને હડફેટે લેતાં બાઈક સવારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણયા વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ પીપળી ગામની સિમથી આગળ આવેલ મારુતી પાર્કમાં રહેતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા ગત તા.૮ ના રોજ બપોરના એક વાગ્યાના અરસમા મોરબી-કંડલા બાયપાસ રોડ અમરેલી ગામના પાટિયા પાસે રોડ પર પોતાનું GJ-36-AB- 8816 નંબરનું બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યો વાહન ચાલકે આ યુવકને હડફેટે લેતા પગમા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઈ નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ ચાવડાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,297

TRENDING NOW