Monday, March 9, 2026

અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીશ્રીએ રજત ચંદ્રક મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement

પૂણે-મહારાષ્ટ્ર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધા ૨૦૨૪-૨૫ ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાઈ હતી. જેમાં મહિલા વિભાગમાં ૫૩ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં શ્રીમતી હીરલ અમિત વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીએ રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. આ તકે શ્રીમતી હીરલબેન વ્યાસે મેનેજરશ્રી એમ.ઝેડ.વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનરશ્રી આલોક કુમાર પાંડેજી તથા જીએડી ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW