અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા ચારણ – ગઢવી સમાજને ગોપાલક વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા માટે સાંસદ મોહનભાઈ કુંડારીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું. *ઉપરોક્ત વિષય અન્વયે આવેદન આપવામાં આવ્યું કે ચારણ ગઢવી સમાજ મુખ્યત્વે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. 90% ચારણ સમાજ પશુપાલન પર નિર્ભર છે. ગુજરાત સરકારે પશુપાલકોના ઉત્કર્ષ માટે ગોપાલક વિકાસ બોર્ડની રચના કરી છે જેનો હેતુ પશુપાલન સાથે જોડાયેલા સમાજોને સામાજિક, આર્થિક ફાયદાઓ મળી રહે તેવો ખાસ હેતુ છે. તો અમારા ચારણ ગઢવી સમાજને આ ગોપાલક વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે એવી સમગ્ર મોરબી ચારણ સમાજ અને ABCGMY મોરબીની માંગણી સબબ સાંસદ મોહનભાઈ કુંડારીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું.* *આ તકે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા અધ્યક્ષશ્રી ડૉ. કિશોરદાન ગઢવી, મોરબી તાલુકા અધ્યક્ષશ્રી દિનેશભા ગુઢડા, જિલ્લા પ્રવક્તા શ્રી સંજયભા નાંદણ, મયુરભા ગુઢડા, પ્રફલદાન બારહટ, પ્રભાતદાન મિસણ, વિજયભા રતન, મેહુલભા ગઢવી સહિત મોરબી ચારણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.*
