મોરબી સીરામીક વોલ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરીયાએ જવાબદારી સંભાળીને થોડા સમય પહેલા જ સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું હતું ત્યારબાદ સીરામીક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હોવાથી ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી એક ઉમેદવારે બે દિવસ પહેલા ફોર્મ પાછું ખેંચી લીધું હોવાથી બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની હતી તો બીજી તરફ આ ચૂંટણી ન યોજાય તે માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે પ્રમુખ પદના દાવેદાર પ્રદીપભાઈ કાવઠિયાએ ફોર્મ પરત ખેંચી લેતા પ્રમુખ પદ માટે હરેશભાઈ બોપલીયા બિનહરીફ જાહેર થયા છે.
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હતી જેના માટે ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં હરેશભાઈ બોપલીયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલીયા દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જોકે બે દિવસ પહેલા ચતુરભાઈ પાડલીયાએ પ્રદીપભાઈ કાવઠીયાના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા પ્રમુખ પદની ચૂંટણી માટે હરેશભાઈ બોપલીયા અને પ્રદીપભાઈ કાવઠીયા બે ચુંટણીના મેદાનમાં હતા જોકે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ઉદ્યોગના હિતમાં ચૂંટણી ન યોજાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા તેમજ હંમેશની જેમ આ સર્વાનુમતે પ્રમુખની વરણી થાય તેવી લાગણી હતી જે દરમિયાન પ્રદીપભાઈ કાવઠીયાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા હાલમાં મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે હરેશભાઈ બોપલીયા બિનહરીફ જાહેર થયા છે.