Tuesday, June 23, 2026

૧લી મે ના રોજ જોગ આશ્રમ ખાતે જોગ બાપુની ૪૬મી સમાધિ તિથિ ઉજવાશે.

Advertisement
Advertisement
Advertisement

૧લી મે ના રોજ જોગ આશ્રમ ખાતે જોગ બાપુની ૪૬મી સમાધિ તિથિ ઉજવાશે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે શ્રી જોગ બાપુની નિર્વાણ તિથિ નિમિતે તા. 01-05-2023 ના રોજ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ લજાઈ દ્વારા પરમ પૂજ્ય 1008 ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) ની નિર્વાણ તિથિ વૈશાખ સુદ 11 તારીખ 1/ 5/ 2023 સોમવારના રોજ ઉજવાશે . નિર્વાણ તિથિના રોજ ગુરુ પૂજા, સંપુટ ધૂન સંપુટ રામાયણ તથા નકલંક સંપુટ મંડળ બગથરા દ્વારા સંપૂર્ણ રામાયણ, સુંદરકાંડ મંડળ વીરપર (મચ્છુ )દ્વારા ધૂન આખો દિવસ ચાલું રહેસે. સાંજે 6:00 કલાકે મહા આરતી અને મહાપ્રસાદ યોજાશે.જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ 2 ડેમ નુ નવ નિર્માણ કાર્ય 1965 મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં 12 વર્ષ એટલેકે 1977 સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમી ની પસંદગી કરતા લજાઈ થી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ 1978 માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને 46 વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.

Related Articles

Total Website visit

1,609,128

TRENDING NOW