Wednesday, March 11, 2026

હિંદુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના જાહેર માર્ગો. પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

માનનીય મોરબી જિલ્લા કલેકટર સાહેબ ને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે કે 29/07/2022 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો એ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પૂરતો લગાવવામાં આવે.
ઉપરોક્ત વિષયનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવા વિનંતી

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW