હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે અસંતોષ ઠારવા નવી યાદી જાહેર કરવી પડી.
હાપા માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની નવી યાદી સત્તાવાર રીતે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ જાહેર કરી છે.
હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો માટે અગાઉ ભાજપ પ્રેરિત પેનલની જે યાદી પક્ષે જાહેર કરી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું કે, જેમાં મુકુન્દભાઈ સભાયા તથા જયપાલસિંહ ઝાલાના નામ ન હતાં. પરિણામે દોડધામ મચી ગઈ હતી અને ગાંધીનગર સુધી તાબડતોળ રજૂઆતો થઈ હતી. આ દરમિયાન મેન્ડેટમાં નામ નહીં હોવા છતાં મુકુન્દભાઈ તથા જયપાલસિંહે ઉમેદવારી પત્રો તો ભરી જ દીધા હતાં. તેથી કાંઈક નવા જુની થશે તેવા સંજોગો સર્જાયા હતાં.
પણ અંતે ભાજપે નવો મેન્ડેટ બહાર પાડી તેમાં સત્તાવાર રીતે ભાજપ પ્રેરિત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં મુકુન્દભાઈ સભાયા અને જયપાલસિંહ ઝાલાના નામનો સમાવેશ કરી દેવાયો છે.
આ નવા મેન્ડેટની યાદીમાં ભાજપ પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગમાં (૧) ઉમેદસંગ ભવાનસંગ જાડેજા (ર) અશ્વિનભાઈ વિનોદભાઈ છૈયા (૩) પ્રદ્યુમનસિંહ માલુભા જાડેજા (૪) જીતેનભાઈ કરશનભાઈ પરમાર (પ) મુકુંદભાઈ ખોડાભાઈ સભાયા (૬) વિપુલભાઈ ચંદ્રેશભાઈ કોરડિયા (૭) જમનભાઈ ડાયાભાઈ ભંડેરી (૮) ચંદ્રેશભાઈ રામજીભાઈ સોજીત્રા (૯) દયાળજીભાઈ મોહનભાઈ ભીમાણી (૧૦) જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા વેપારી વિભાગમાં (૧) જયેશભાઈ રતિલાલ સાવલિયા (ર) સંજયભાઈ જગદીશભાઈ ભંડેરી (૩) હિરેનભાઈ વિજયભાઈ કોટેચા (૪) વિરેશભાઈ મનસુખલાલ મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.





