હળવદ: સુસવાવ ગામે બ્રાહ્મણી ડેમમાં ડૂબી જતાં અજણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામમાં દેવશીભાઇ ભગવાનભાઇ ખાંભળીયાની વાડીના શેઢે બ્રાહ્મણી ડેમના પાણીમાં ગઇકાલે તા.13ના રોજ આશરે 25થી 30 વર્ષના યુવક કોઇ કારણસર ડુબી જતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.