મોરબી: પોલીસ અધીક્ષક સુબોધ.આર.ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષક આર.બી.ભારાઇ તથા હળવદ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને આજરોજ અમો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી.પનારા તથા પોલીસ હેડ.કોન્સટેબલ વિક્રમભાઇ ઠાકરશીભાઇ શીહોરા તથા પોલીસ કોન્સટેબલ મુમાભાઇ જી.કલોત્રા તથા જયપાલસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા તથા યોગેશદાન કીશોરદાન ગઢવી તથા,દેવેંદ્રસિંહ ઝાલા એ રીતેના બધા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા ના.રા.મા પ્રોહી અંગે પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન અમોને હકીકત મળેલ કે ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલા (રહે ગામ સાપકડા તા.હળવદ) ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં રાખેલ છે અને વેચાણ કરે છે જે હકીકત આધારે રેઈડ કરતા આરોપીના મકાનમા ફળીયામાથી ઇંગલીશ દારૂ બોટલ નંગ-૧૫૬ કી.રૂ ૪૬,૮૦૦/-ના મુદામાલ સાથે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલા મળી આવતા પ્રોહી અંગે કેસ શોધી કાઢી અન્ય એક સહ આરોપી જે પકડવા પર બાકી જેમા (૧) પીંટુભાઇ મથુરભાઇ રોજાસરા (રહે ગામ ચુલી તા ધાંગધ્રા જી સુરેંદ્રનગર ) વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.