Sunday, June 7, 2026

હળવદ: મેરૂપર ગામે બીજાની જમીન પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ

Advertisement
Advertisement
Advertisement

હળવદ: મેરૂપર ગામે બીજાની જમીન પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબી : હળવદ તાલુકાના મેરૂપર ગામે વૃદ્ધને સરકાર દ્વારા સાથણીમાં આપવામાં આવેલી જમીન પર મેરૂપર ગામના જ ત્રણ શખ્સોએ કબ્જો કરી ખેતી કરવાનું શરૂ કર્યું હોવાની લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના મેરૂપર ગામના રહેવાસી અને હાલમાં હળવદ બસ સ્ટેન્ડ પાસે રહેતા શંકરભાઈ દેવાભાઈ રજપરાને સરકાર દ્વારા મેરૂપર ગામના સર્વે નંબર ૩૭૧ પૈકી ૮ની હે.આર.ચો.મી. ૨-૩૨-૭૦વાળી જમીન આપવામાં આવી હતી.
શંકરભાઇએ પોતાની જમીન રમેશભાઈ ભુદરભાઈ પટેલ તથા મનસુખભાઈ ભુદરભાઈ પટેલ ને ઉધડ પર આપલ હોય જેઓએ હવે જમીન ખાલી ન કરાવાની ધમકી આપી હતી તથા વિભાભાઈ રાહાભાઈ રબારીએ પણ ૦૫ વિઘા જમીન પર કબ્જો કરી શંકરભાઈને ધમકી આપતા આ બાબતે શંકારભાઈએ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરી હતી. દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા શંકરભાઇની અરજી માન્ય રાખી હળવદ પોલીસ મથકમાં ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW