હળવદ માળિયા હાઈવે પર કતલખાને લઈ જવાતી ૯ ગાયોનો બચાવ.
હળવદ માળિયા હાઈવે પર કતલખાને લઈ જવાતી નવ ગાયોનું પોલીસે બચાવ કર્યો છે ઉપરાંત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ કંટ્રોલ અને જિલ્લા પોલીસ કંટ્રોલ મોરબી તરફથી મળેલી સૂચના મુજબ હળવદ – માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવી જીજે – 36 – ટી – 8929 નંબરના આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા આઇસરમાંથી ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતી 9 ભેંસ મળી આવતા હળવદ પોલીસે આઇસર ચાલક કાસમભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા, નવઘણભાઈ શિવાભાઈ નંદેસરિયા અને પશુઓ લઈ જવા માટે દાખલો આપનાર જીવણભાઈ ઘેલાભાઈ રબારી રહે. ત્રણેય ટંકારા વાળાઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી આઇસર ટ્રક સહિત 3.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી





