Friday, May 9, 2025

હળવદ બ્રાહ્મણી નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી કાઢનાર સામે ફરીયાદ નોંધાય

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકામાં સફેદ સોના સમાન રેતીની ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહ્યાની વિગતો સામે આવી છે. જ્યાં મોરબી ભુસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઈઝર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા હળવદ તાલુકા પોલીસમાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી અલગ અલગ બે કિસ્સામાં કુલ રૂ.૧૬,૯૭,૫૪૫ની રેતી ચોરી થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જ્યાં પ્રથમ કિસ્સામાં ફરિયાદી મોરબીની ભુસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઈઝર મીતેષ આર. ગોજીયાએ આરોપી હબીબ હાસમભાઈ સંધી
વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી હબીબ દ્વારા ગત તા.૩/૪/૨૦૨૨ થી અત્યાર સુધીમાં હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી આરોપીએ પોતાના હવાલા વાળુ એકસ્કેવેટર મશીન નં.જીજે ૨૫ બી ૭૮૯૦ ચલાવીને ચાડધ્રા ગામની નદીમાંથી બિન અધિક્રુત રીતે ૩૩૨૪.૪૯ મેટ્રિન ટન રેતી જેની કિંમત રૂ.૭,૯૭,૮૭૮ છે. તેની કરી છે.
બીજા કિસ્સામાં ભુસ્તરશાસ્ત્રીની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરાએ આરોપી હુશેન હરેશભાઇ ખીમજીભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી ગત તા.૧૯/૧૨/૨૦૨૧ ના રાત્રિના બે વાગ્યાથી આરોપી હુશેને પોતાનુ હવાલા વાળુ હ્યુન્ડાઈ કંપનીના મશીન દ્વારા નદીમાંથી બિન અધિક્રુત રીતે ૩૭૪૮,૬૧ મેટ્રિક ટન સાદી રેતી જેની કિંમત ૮,૯૯,૬૬૭ ની ચોરી કરી છે.
હાલ આ બન્ને કિસ્સામાં હળવદ તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શનઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,832

TRENDING NOW