Saturday, May 3, 2025

હળવદ પોલીસે બ્રાહ્મણી ડેમ-૧ સિંચાઈ ઓફિસના બાથરૂમની છત ઉપરથી દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસે બ્રાહ્મણી ડેમ-૧ સિંચાઈ ઓફિસના બાથરૂમની છત ઉપરથી દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો

હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ની સિંચાઈ ઓફિસમાં દરોડો પાડતા ઓફિસના બાથરૂમની છત ઉપરથી વિદેશી દારૂની ૭૨ બોટલ તેમજ બિયરના ૧૮૬ ટીન મળી આવ્યા હતા, આ સાથે વિદેશી દારૂનો જથ્થો રાખનાર આરોપી એવા જુના દેવળીયા ગામના ઇસમની શોધખોળ શરૂ કરી છે.

હળવદ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણને મળેલ બાતમીને આધારે હળવદના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ની ઇરીગેશનની ઓફીસમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઓફિસના બાથરૂમના ધાબા ઉપરથી વિદેશી દારૂની ગ્રીનલેબલ વ્હિસ્કીની ૭૨ બોટલ કિ.રૂ.૨૫,૨૦૦/-તથા બિયરની જુદી જુદી બે બ્રાન્ડના કુલ ૧૮૬ નંગ ટીન કિ.રૂ.૧૮,૬૦૦/-એમ કુલ કિ.રૂ.૪૩૮૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા રહે.જુના દેવળીયા તા.હળવદ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર જાહેર કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW