Tuesday, March 10, 2026

હળવદ:- પારેખફડી માંથી અજાણ્યા ઈશમો બાયક ઉઠાવી ગયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ:- પારેખફડી માંથી અજાણ્યા ઈશમો બાયક ઉઠાવી ગયા.

હળવદના પારખફડીમાં રહેતા આ કામના ફરિયાદી નું બાઈક ગત તારીખ 16-1 ના રોજ કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હોય જે બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદમાં પારેખફળીમા રહેતા અભીષેકભાઈ સુભાષચંદ્ર જોષી (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૬-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-KK-9960 કિ.રૂ.૩૦,૦૦૦ વાળું કોઈ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર અભિષેકભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,274

TRENDING NOW