હળવદ પંથક ના પોલીસ અને અધિકારીઓનું પેટ ગણપતિ જેવું કરોડોની ખનિજ ચોરી ના હપ્તા ખાઈ ગયા તો પણ ભરાતું નથી
હળવદ પંથક ના ચાડધ્રા , મયુરનગર, મિયાણી, ટીકર ,જેવા ગામોમાં બ્રામિની નદીનું કાળજુ ચોરી હજારો કરોડ રૂપિયાની કિંમતી રેતી અને માટીની ખનિજ ભ્રષ્ટ અધિકારી અને પોલીસના પાપે ખનીજ માફિયા ખાઇ ગયા
ખાનોજ ચોરી સાથે બહુમૂલી પર્યાવરણ ને પણ ખૂબ મોટા પાયે નુકશાન પહોંચાડેલ. છે આ ચારેય ગામના લોકો ના કૂવાના અને બોર ના પાણી ના સ્તર પાતાળે જતા રહ્યા તો પણ તંત્ર ના પેટનું પાણી પણ ન હાલ્યું
લોકો ખેતી સાથે દરોજ આવેદન આપી થકી ગયા , પોલીસ આશ્રિત ખનીજ માફિયા જો કોઈ અરજી કે રજૂવાત કરે તો જીવલેણ હુમલાના અનેક બનાવો ના ઇતિહાસ સાક્ષી પૂરે છે
હાલ ખનીજ થી વેરાન થઈ ગયેલ નિર્જન જગ્યા અને ઓવરલોડ થી ચાલતા ખનીજ ટ્રક ના તાજેતર ના વિડિઓ વાયરલ થયા છે તો શું નવા આવેલ જીલ્લા પોલીસ વડા આ બાબતે ગંભીર કાર્યવાહી કરશે, જો ખનીજ ચોરી સાથે સંકળાયેલ નામચીન લોકોના ફોન ચેક કરી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ રેલો dysp વાંકાનેર સુધી પહોંચે તેમ છે
જો નદીના આજુ બાજુ માં આવેલા ગામ લોકો દ્વારા આપવામાં આવેલી અરજી અને આવેદન અને પ્રેસ મીડિયા ની વિગત જોવામાં આવે તો હળવદ પોલીસ સ્ટેશન ને મળેલ એવોર્ડ પણ શંકાના ડાયરા આવી જાય એવી લોક ચર્ચા થઈ રહી છે
પ્રજાએ ૫૫ ટન થી વધુ વજન સાથે ગેરકાયદેસર નીકળતા માતેલા સાંઢ જેવા ટ્રકો થી બચવા અને કરોડો ની ખનીજ ચોરી અટકાવવા ગાંધીનગર એસ એમ સી સુધી જવું પડશે કે નવા આવેલા એસ પી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે અને હપ્તારાજ ની ખાતાકીય તપાસ કરશે





