હળવદ નજીક સાપકડા ગામ નજીક બિયરના બે ડબલા સાથે એક ઝડપાયો.
હળવદ તાલુકાના નવા સાપકડા થી રતનપર ગામ જવાના રસ્તે પોલીસે અલ્ટો કાર અટકાવી તપાસ કરતા કારમાંથી ગોડફાધર બ્રાન્ડ બિયરના બે ડબલા મળી આવતા પોલીસે અલ્ટો કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા સપકડાથી રતનપર ગામ જવાના રસ્તે પોલીસે અલ્ટો કાર અટકાવી તલાસ કરતા કારમાંથી ગોડફાધર બ્રાન્ડ બિયરના બે ડબલા મળી આવતા પોલીસે આરોપી મહિપતભાઈ ઘનશ્યામભાઈ ડોડીયા રહે.રતનપર નામના યુવાનને અલ્ટો કાર, મોબાઈલ ફોન સહિત 73,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસના હાથે પકડાયેલ આરોપી મહિપતભાઈએ બિયરના આ ડબલા નવા સાપકડા ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા વિક્રમસિંહ ઝાલા પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





