Saturday, May 3, 2025

હળવદ નગરપાલીકાના બગીચામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૪૦ થી ૫૦ તા.૧૦/૧૦/૨૦૨૧ રોજ હળવદ થાણાથી અડધો કિ.મી દુર હળવદ ત્રણ રસ્તા પાસે આવેલ નગરપાલીકાના બગીચામા ટાઉન બીટ હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી છે. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૪૦ થી ૫૦ વર્ષનો શરીરે મજબુત બાધાનો જેને શરીરે શર્ટ પહેરેલ નથી તેમજ ક્રિમ કલરનું પેન્ટ પહેરેલ છે. (કમરનું માપ ૩૭ સી.મી.) જે કમરની અંદરના ભાગે અંગ્રેજીમાં PREMIUM GWALIOR લખેલ છે. જે પેન્ટની લંબાઈ ૪૧ સી.મી થાય છે. તેમજ મરણ જનારના શરીરે ચહેરાનો ભાગ સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમાં હોય જેના ચેહરો કાળાશ પડતો જણાય છે. આ મરણ જનારના વાલી વારસોએ હળવદ પોલીસ સ્ટેશનના ઈ-મીઈલઃ-polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પો.સબ.ઈન્સ્પેકટરશ્રીના મો.નં.૯૮૨૫૮૨૭૮૪૩ અથવા હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પો.સબ.ઈન્સ્પેકટર આર.બી.ટાપરીયાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW