Sunday, May 4, 2025

હળવદ નગરપાલિકામાં શૂટ-બુટમાં આવતા જનરલ કેટેગરીના કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે ભરતી થયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ: કોરોના મહામારીમાં લોકો ને આર્થિક સંક્રમણ અકળાવી રહી છે. ત્યારે સફાઈ કામદારની ભરતીમાં ભણેલા ગણેલા અને શુટ બુટમાં ફૂલ ફટાક થઈને ફરતા જનરલ કેટેગરીના કર્મચારીને પણ સફાઈ કામદાર તરીકે ઓર્ડર અપાયા છે. રોસ્ટર પધ્ધતિથી ભરતી પ્રકિયાને કારણે વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો ને બહુ મોટું નુકશાન થયું છે. રોસ્ટર પધ્ધતિના અમલ સામે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના પુર્વ હોદેદાર મનહર ભાઈ ઝાલાએ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય આયોગમાં રજૂઆત કરી કાયદાકીય લડત આપવા જણાવ્યું છે.

ગ્રામ પંચાયતથી લઇ નગરપાલિકા કે મહાનગરોમાં સફાઈ સૈનિક તરીકે ની ફરજ અનુસૂચિત જાતિ હેઠળ આવતા વાલ્મીકિ સમાજના ઉમેદવારો ભરતી થતાં હોય છે. હળવદ નગરપાલિકા દ્વારા ૧૩ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. જોકે આ ભરતી પ્રકિયામાં રહસ્યો છુપાયેલ હોય તેમ શરૂઆતમાં તો હળવદ નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવેલ કર્મચારીઓના નામ કે વિગતો જાહેર કરવામાં આવી ન હતી પરંતુ બાદમાં પારદર્શક ભરતી પ્રકિયા થઈ હોવાનું કહી કચવાતા મને ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે જોતા સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

રોસ્ટર પધ્ધતિનો અમલ કરી ભરતી કરવામાં આવેલ ઉમેદવારોમાં કુલદીપ બાવરવા, મનસુખભાઈ કણઝરિયા, હરેશ સોનાગ્રા, પ્રતાપ રબારી, અશ્વિનભાઈ, કરમશી બટુક વિગેરે નામો આવતા હળવદ ના લોકો ચોંકી ઉઠ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ શૂટબુટધારી કર્મચારીઓ સફાઈ કરીને હળવદ ને સ્વચ્છ અને હરિયાળું બનાવે છે કે પછી તેઓની જગ્યાએ બીજા કોઈ ને કામે મોકલવામાં આવશે ?..કે પછી વાલ્મીકી સમાજ ને ન્યાય મળશે.

Related Articles

Total Website visit

1,502,741

TRENDING NOW