Tuesday, March 10, 2026

હળવદમાં ૧૨ વર્ષની બાળા પર દુષ્કર્મ.

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ૧૨ વર્ષની બાળા પર દુષ્કર્મ.

હળવદ પંથકનામાં રહેતી એક 12 વર્ષની બાળા ઉપર એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

ત્યારે આ અંગે મળતી વિગતો અનુસાર હળવદ પંથકનાના એક ગામના વાડીના રહેતા એક મજૂર પરિવાર ઉપર આજે આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માતા પિતા બાજુની વાડીએ કોઈ સગા આવ્યા હોય તેમને મળવા ગયા હતા. ત્યારે ઘરે 12 વર્ષની બાળા અને તેનો 9 વર્ષનો ભાઈ એકલા હતા.9 વર્ષનો ભાઈ પગમાં ઇજાને કારણે પથારી વશ હતો.આ અરસામાં રત્નાભાઈ ભીમાભાઈ નામનો નરાધમ શખ્સ વાડીએ આવ્યો હતો. આ શખ્સએ બાળાને બાજુની વાડીએ લઈ ગયો હતો. જ્યાં તેને બાળા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બાળાના માતા પિતાના બાઈકનો અવાજ આવતા આ શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં બાળાએ રડતા રડતા આપવીતી જણાવતા પરિવારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હળવદ પોલીસે આરોપી સામે પોકસો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,595,250

TRENDING NOW