(અહેવાલ: ભવિષ જોષી) હળવદમાં દલવાડી સમાજના મોભી લાલજીભાઈ કાનજીભાઈ દલવાડી અને તેમના પુત્ર મોરબી જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી અને પ્રેમજીભાઈ દલવાડી દ્વારા બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કરવામાં આવ્યું હતું. દલવાડી પરિવાર દ્વારા હળવદના બ્રાહ્મણોને જમાડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી ના પરિવારજનો એ બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

બ્રહ્મચોર્યાસી પ્રસંગે હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞાસુભાઈ પંચોલી, ગીરીશભાઈ જોષી,ધર્મેશભાઈ જોષી, પ્રવીણભાઈ દેરશ્રી, અજયભાઈ રાવલ, અતુલભાઈ પાઠક તેમજ બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રણછોડભાઈ દલવાડી દ્વારા દરેક ભુદેવોને પ્રેમથી આવકારવામાં આવ્યા હતા. બ્રહ્મ ચોર્યાસી પ્રસંગે કેબિનેટ મિનિસ્ટર બ્રીજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા.
