Monday, May 5, 2025

હળવદમાં બે માણસોની જમીન પચાવી પાડનાર મહીલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હળવદ ગામની સીમમાં બે જમીન પચાવી પાડનાર મહીલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ ફરિયાદી રમેશભાઈ કરમશીભાઈ દોરાળા (ઉ.વ.૪૫, ધંધો-ખેતી, રહે.જુના રાણેકપર તા.હળવદ) તથા હનીફભાઈ મુસાભાઈ લોલાડીયા (ઉં.વ.૫૭,ધંધો-ખેતી, રહે. શંકરપરા તા.હળવદ) વાળાઓએ આરોપી અમરતબેન ત્રિભોવનભાઇ દલવાડી (રહે. શંકરપરા, હળવદ) વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી રમેશભાઈની માલીકીની હળવદ ગામના સર્વે નં.૧૬ પૈકી-૧ વાળી જમીન હે-૦ આરે-૮૦ ચો.મી.-૯૪ વાળી તથા ફરિયાદી હનીફભાઈની માલીકીની હળવદ ગામનાં સર્વે નં. ૧૬ પૈકી-૨ વાળી જમીન હે-૧ આરે-૪૧ ચો.મી.-૬૪ વાળી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી. આ બનાવમાં હળવદ પોલીસે બંને ફરિયાદીઓની ફરિયાદનાં આધારે આરોપી મહિલા વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩,૪(૧) (૩), પ(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,746

TRENDING NOW